Sunday, December 22, 2019

સપનાંઓ

સપનાંઓ એટલે રાતે સુઈ ને સવારે ઊઠવાની તાકાત
સપનાઓ એટલે નીચે પડી ને ફરી ઊઠી જવાની તાકાત

સપનાઓ એટલે પરમાત્મા એ આપેલી ઉમ્મીદ
સપનાઓ એટલે રણ માં ઉગેલું પાંદડું
સપનાઓ એટલે આંખ ના ખૂણે થી નીકળતી ભીનાશ
સપનાઓ એટલે આત્મા નો આપેલો આત્મવીશ્વાસ

સપનાઓ એટલે બાળપણ માં જુવાની ની આસ
સપનાઓ એટલે જુવાની માં પણ બાળપણ ની પ્યાસ
સપનાઓ એટલે જીવન માં પામવાની ની આગ
સપનાઓ એટલે બદ્ધુ જ પામેલા ને છૂટવાની આકાંશા

સપનાઓ એટલે હાથ માં થી સરકતી રેતી
સપનાઓ એટલે કવિ થી અડધી લખેલી પંકતિ
સપનાઓ એટલે પોતાની આશાઓ ની અભિવ્યતિ
સપનાઓ એટલે કઈ ના હોય તો એ બધું જ પામવાની અનુભૂતિ  .......







સપનાંઓ